Description
મનુષ્યને જીવનમાં સારા કાર્ય કરવા માટે એક સારા વિચારની જરૂર હોય છે. સારા કાર્યોનાં સરવાળા સિવાય મનુષ્યનું જીવન સાર્થક થતું નથી. આપણે કોઈ સારું કાર્ય કરી રહ્યા હોઈએ કે સારું કાર્ય કરવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે એને સાર્થક કરવા અને સંપૂર્ણ ન્યાય આપવા માટે એક આત્મબળની જરૂર પડતી હોય છે જેને આપણે પ્રેરણા કહીએ છીએ. પ્રેરણા વિના કશું જ શક્ય નથી. જગત માં જે કંઈ પણ કર્મ થઈ રહ્યા છે એ દરેક સારી અને ખરાબ એમ બંને દિશા માથી મળેલી પ્રેરણાને આધીન હોય છે. સારી અને ખરાબ દિશા માથી પ્રેરણાને આધીન થઈને મળેલી સફળતાં ચોક્કસ પ્રસિદ્ધિ તરફ લઈ જતી હોય છે પરંતુ તમારી પ્રસિદ્ધિની છબી સકારાત્મક રહેશે કે નકારાત્મક એ તમારી પ્રેરણાની દિશા પર આધીન રહી જતી હોય છે. લિ, ડો. કિશન કે. પટેલ (કશિશ) બી. એચ. એમ. એસ
Reviews
There are no reviews yet.