Description
મહાનસંત કવિ તુલસીદાસજીનો પરિચય:- ગોસ્વામી તુલસીદાસનો સમયગાળો ઈ.સ.૧૫૧૧ થી ઈ.સ.૧૬૨૩ વચ્ચેનો માનવામાં આવે છે. હિન્દી સાહિત્યના મહાન સંતકવિ અને મહાન દાર્શનિક તરીકે વિખ્યાત છે. જેમને વાલ્મિકીના અવતાર માનવામાં આવે છે. જેમણે અવધી ભાષામાં રામચરિતમાનસની રચના કરી હતી. એમનું લોકપ્રિય કાવ્ય વિનયપત્રિકા અને હનુમાનચાલીસા પણ ગણાય છે. મહાકાવ્ય શ્રી રામચરિતમાનસ વિશ્વના સર્વશ્રેષ્ઠ ૧૦૦ ગ્રંથો પૈકીના ૪૬ માં સ્થાને ગણાય છે. તુલસીદાસના સંસારિક જીવન બાબતે પણ મત-મતાંતર જોવા મળે છે.વિનયપત્રિકા અને હનુમાન ચાલીસાના બે છંદની વ્યાખ્યાનો અર્થ કરતા માલુમ પડે છે કે તુલસીદાસે ક્યારેય વિવાહ કર્યા ન હતા.તુલસીદાસજીએ મોટાભાગનો સમય વારાણસી, પ્રયાગ, અયોધ્યા અને ચિત્રકૂટમાં વિતાવ્યો હતો. તેમણે ભારતવર્ષમાં અનેક સ્થાનો પર ભ્રમણ કર્યું અને સાધુ સંતોની મુલાકાત અને ધ્યાન-અધ્યયન કર્યું હતું.
ભગવાન શ્રી રામજી સાથે ભેટ
Reviews
There are no reviews yet.