Description
શ્રી જનાર્દન અંબલ્લા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ મર્કન્ટાઇલ બેંક, કોસ્મોસ બેંક, પ્રેસમન કોર્પોરેટ ગ્રુપ, દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લીમીટેડ માં ૩૭ વર્ષનો અનુભવ ધરાવે છે અને હાલ આર્થિક સલાહકાર તરીકે કાર્યરત છે. તેઓએ ૧૦ થી વધુ તેલુગુ લઘુકથાઓ હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉડિયા અને ગુજરાતીમાં અનુવાદિત કરેલ છે. તેલુગુ અને અંગ્રેજીના દૈનિક અખબારમાં તેમની વાર્તાઓ, કવિતાઓ અને લેખ પ્રકાશિત થયેલ છે. ઘણી વાર્તાઓને પુરસ્કાર પણ મળેલ છે. મુંબઈ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મઘ્યપ્રદેશ, દિલ્લી ના અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓએ સમ્માનિત કરેલ છે. મુંબઈ અને આન્ધ્ર મહાસભાના સદસ્ય. તેલુગુ ભાષા, સંસ્કૃતિ અને સમાજસેવાના અનુસંઘાનમાં ‘મુંબઈ તેલુગુ રત્ન’ થી સમ્માનિત અને પુરસ્કૃત થયેલ છે. પોટ્ટી શ્રી રામુલૂ તેલુગુ વિશ્વવિઘ્યાલય ના ઉપક્રમે કીર્તિ પુરસ્કારથી સમ્માનિત થયેલ છે. એક શ્રમિક કુટુંબમાં જન્મેલા હોવા છતાં જીવનની ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અનેકાનેક ઉન્નતીના શિખરે પહોચેલ છે તથા એક મોટી નાણાકીય સંસ્થાના એક વિભાગના અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવેલ છે. પરિશ્રમથી સફળતા મેળવવા માટેનું પ્રેરક ઉદાહરણ આપે આપેલ છે.
Reviews
There are no reviews yet.