Description
પદ્યની સાથે-સાથે ગદ્યમાં નવલિકાઓ, નિબંધો, માઈક્રોફિક્શનવાર્તાઓ, લેખો,વર્ષોની લેખન યાત્રામાં ખૂબ લખ્યાં પછી નવલકથાની યાત્રાની મારી આ શરૂઆત કરતાં પહેલાનો જાત સાથે પહેલો પ્રશ્ન એટલે ‘શા માટે નવલકથા લખવી? વાચકો શા માટે આ વાંચે?’ આ સવાલોના જવાબ સાથે મારો નમ્ર પ્રયત્ન એ રહ્યો કે, પ્રેમની સૂક્ષ્મ અનુભૂતિ, સંવેદનો,જાત સાથેનો સંવાદ, મનોમંથન, પ્રકૃતિ સાથેનું તાદામ્ય,સબંધોની ગરિમા જે સાથે કે અલગ હોય ત્યારે પણ પ્રેમ, ઉંડાણ અને આદર સાથે જીવી બતાવવું એ આધુનિક જીવન જીવતાં પણ શકય છે. આ બધી જ અનુભૂતિને શબ્દદેહ આપવો એ રિમી-ધ ફર્સ્ટ ડ્રોપ ઓફ રેઇન લખવાનું સબળ કારણ બની રહ્યું. જે નવલકથા સ્વરૂપમાં જ વિસ્તરી શકે. દરિયો અને વરસાદ પ્રકૃતિનાં આ બંને તત્વો મારા હ્ર્દયસ્થ અથવા એમ કહું કે એ મારામાં અને હું જાણે તેનામાં જીવું માટે જ શીર્ષકથી શરૂ કરી છેક સુધી એ વાચકોને પણ ભીંજવશે. આધુનિક પરિપ્રેક્ષ્યમાં લખાયેલી આ નવલકથા આજનાં સમયમાં ક્યાંક પાછળ મુકાતી જતી સંવેદનાની વાચા આપી તે સંવેદનાઓ સાથે ફરી જોડવાનું માધ્યમ બની રહેશે. મારી આ નવલકથા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થઈ રહી છે તેનો મને વિશેષ આનંદ છે.- દર્શના વિરલ વ્યાસ ‘દર્શ’
Reviews
There are no reviews yet.