Description
શુકનના સર્જક વિશે થોડુંક જે પરિચયના મોહતાજ નથી એવા વિરલ વ્યક્તિઓ માટે પણ ઔપચારિકતા માટે ક્યારેક બોલવું/લખવું પડે છે. શ્રી હરિવદનભાઈ જોશી માટે આમ કહી શકાય. ‘શુકન’ લઘુકથા સંગ્રહના આ સર્જક સરળ, સાદગીને વરેલા નિરભિમાની, નિખાલસ, ઋજુ અને અત્યંત સંવેદનશીલ છે. એમની સાહિત્યયાત્રાની હું સાક્ષી છું. એમણે સાહિત્યના બઘા પ્રકારોમાં ખેડાણ કર્યું છે. ખાસ તો ‘સંવેદના’ સામયિક – જાહેર ખબર કે લવાજમ વગર નિઃશુલ્ક વીતરણ માટે બાર વર્ષ સુધી અવીરત ચલાવ્યું છે. હજી અનિયતકાલીન ચલાવી રહ્યા છે. સાહિત્યની આ સેવા નાની-સુની ન કહેવાય. એમણે આકાશવાણી પર વાર્તાલાપો આપ્યા છે. વર્તમાનપત્રો માટે લખ્યું છે. સર્જક માત્રને સંવેદના સાથે સીઘો સંબંધ હોય છે. પણ આ સર્જકનું સંવેદન સૂક્ષ્મ અને તીવ્ર છે. લઘુકથા સ્વરૂપમાં કામ કરવું એમને ગમે છે. આ એમનો બીજો લઘુકથા સંગ્રહ છે. એમની લઘુકથાઓમાં સાંપ્રત સમસ્યાઓ, સમાજ દર્શન, તો ક્યારેક યુવાહૈયાઓનું ભાવજગત ડોકાય છે. રોચક શૈલી અને ચોટદાર અંતને કારણે પ્રસ્તુત વાર્તાઓ વાચનક્ષમ, આસ્વાદ્ય અને હૃદયસ્પર્શી બની છે. એમને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મહર્ષિ એવોર્ડ, ભરૂચ ગૌરવ એવોર્ડ મળેલ છે. ઋષી રત્નમ સહીત અનેક સન્માન પ્રાપ્ત કરનાર વડીલ આદરણીય જોશીજીને વંદના. ‘શુકન’ના પ્રાગટ્યટાણે અનેક શુભેચ્છાઓ સહીત અપેક્ષા કે હજી આવા સંગ્રહો આપતા રહે. ગિરા પિનાકીન ભટ્ટ વાર્તાકાર, બાળ સાહિત્યકાર – ગાંધીનગર ૧૯/૦૩/૨૦૨૨
Reviews
There are no reviews yet.