Description
‘નમસ્તે, સંસ્કૃત ભારતની આધ્યાત્મિક ભાષા સાથે પ્રાચીન સાહિત્યની ભાષા પણ છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે જેવા પ્રાચીન સંસ્કૃત ગ્રથોમાં આપેલા જ્ઞાનને પૂરું સમજવા માટે એક જન્મ પણ ઓછો પડે પરંતુ આ ગ્રથ સાગર માંથી અમુક શ્લોક ‘સુભાષિત’ તરીકે આજે પણ જીવનનું માર્ગદર્શન કરે છે. ચાણક્યનાં નીતિશાસ્ત્ર, ભર્તૃહરિ કૃત શ્રુંગારશતક, નીતિશતક, વૈરાગ્યશતક, વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવાં ગ્રંથો માંથી જીવનને સાર્થક કરવાં માટે અમુક સુભાષિતને ચયન કરી વાંચકોનું જીવન શ્રેષ્ટ બનાવી એકાકી અંધકારનાં જીવનમાં જ્ઞાનદીપ પ્રજ્વલિત કરવાનાં શુભ સંકલ્પને સિદ્ધ કરવા માટે સુભાષિતનું સંકલન કરી હિન્દી અને ગુજરાતીમાં અનુવાદ કરી મુકવાનો મારો આ એક પ્રયત્ન છે. માતા સરસ્વતિ દ્વારા મને જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને આ ‘સુભાષિત સાગર’ પુસ્તકનાં માધ્યમથી રજુ કરતાં અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આ પુસ્તક માત્ર આપના પુસ્તકાલયની શોભામાં વૃદ્ધિ કરે તેવો પ્રયત્ન નથી, પરંતુ એક સકારાત્મક વિચારથી લખાયેલા સુભાષિત આપનાં પરિવારમાં સંસ્કાર સિંચનનું માધ્યમ બની આપના જીવનમાં ઉદ્ભવતી નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરવાં સક્ષમ બને. આપ જો પ્રતિદિન એક સુભાષિત અર્થ સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો મે આ પુસ્તકનાં સંકલન અને અનુવાદ માટે કરેલો પ્રયત્ન સફળ થયો માનીશ. માણસ છું ક્યાંક કોઈ સ્થાને અનુવાદ કરવામાં ક્ષતિ રહી હોય તેવું બની શકે. મારી અક્ષમ્ય ક્ષતિઓ સુધારવાં માટે વાંચકોને પૂરી છૂટ આપું છું. जयतु संस्कृतम् जयतु भारतम् સાગર ચૌચેટા ‘સાચો’ અંજાર – કચ્છ
Reviews
There are no reviews yet.