Description
હિન્દુસ્તાનનું સૌથી પુરાણું શહેર એટલે ભરૂચ (ભૃગુકચ્છ). અનેક વર્ષો સુધી ધમધમતું બંદર છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત હતું જેના મુખ્ય દેવતા તરીકે મા નર્મદા, મહામયી લક્ષ્મી અને મા પાર્વતી પ્રસ્થાપિત છે. જેમાં શક્તિના ૧૦૮ સ્થાન છે. તેમના બે મહાસ્થાન ભરૂચમાં આવેલા છે જેમનું સ્મરણ અને દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રોમાં જણાવ્યું છે. જેમાં આજે જે બહુચરમાતા તરીકે ઓળખાય છે તેને વંદન કરી આજે આ પુસ્તક સ્વરૂપે મૂકી રહ્યો છું. ભરૂચને બારીગાજા પણ કહેવાતું. ભરૂચના લોકોને આ પુસ્તક ઉપયોગી થાય તેવા હેતુ સાથે સંક્ષિપ્ત પ્રાચીન તેમજ અર્વાચીન સ્થળો વિશે ઐતિહાસિક ગ્રંથોના સંદર્ભ થકી આ માહિતી અથવા વર્ણન લખાયેલ છે જેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમાયાચના. માત્ર આ ભરૂચ શહેરનો ઈતિહાસ છે એ ધ્યાન રહે. ભરૂચની આ ભૂમિને પ્રણામ કરી અહી નિવાસ કરેલા અનેક ઋષિમુનીઓ, દેવો વગેરે મારી બુદ્ધિમાં નિવાસ કરો અને આ ક્ષેત્રનું મહાત્મ લખવાની પ્રેરણા થઈ એ લખવા માટે હું નિમિત્ત બન્યો આ ક્ષેત્રમાં કરોડો તીર્થ હોવાનું કહેવાય છે. આ તીર્થમાં માર્કંડ મહારાજ અને યુધિષ્ઠિરે પદ્દમપુરાણમાં જે વર્ણવ્યું છે એ મુજબના તીર્થોનો સાર માત્ર અત્રે દર્સાવવામાં આવેલ છે. -ડૉ. મહેશ ઠાકર
Reviews
There are no reviews yet.