Description
વ્યવસાયે માઈક્રોબાયોલોજીસ્ટ અને વાંચન, લેખન, સંગીત, મંચ સંચાલનનો શોખ. અનેક સંસ્થાઓમાં સક્રીય. લેખનની શરૂઆત કેટલાક સમાન શોખવાળા સમવયસ્કો સાથે એક સહિયારી નવલકથા લખવાથી કરી, ત્યાર બાદ લેખ અને ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત થઈ. વાર્તાવિશ્વ ઈ-મેગેઝીનથી શરુ કરીને અખંડ આનંદ, ગુજરાત સમાચાર, મમતા મેગેઝીન જેવાં જાણીતાં પ્રીન્ટ માધ્યમોમાં વાર્તાઓને સ્થાન મળ્યું તથા કેટલીક વાર્તાઓ જ્યોતિ-કળશ, સાહિત્યનો વનવગડો જેવી વાર્તા-હરિફાઈઓમાં ઈનામને પાત્ર ઠરી, કેટલીક નાગર-મંજૂષા, ગુજરાતી મેળો, પારિજાત અને અન્ય ઈ-મેગેઝીન્સમાં સ્થાન પામી. ટૂંકી વાર્તાઓનાં કેટલાંક સહિયારાં પુસ્તકોમાં પણ વાર્તાઓ સ્થાન પામી. શ્રી ઈષ્ટદેવની કૃપાથી આ પ્રથમ વાર્તા-સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યો છે.
Reviews
There are no reviews yet.