Description
વાર્તાવિશ્વ-કલમનું ફલક’ આ ગ્રુપ અને ગ્રુપ સાથે પ્રત્યક્ષ પરોક્ષરીતે જોડાયેલા સર્વે વાર્તારસિક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું. જેમને વાર્તા લખવી છે, વાર્તા ઘુંટવી છે, વાર્તા સમજવી છે અને સારી વાર્તા કરવી છે એ સર્વે મિત્રોને નમ્ર અપીલ છે કે સૌથી પહેલાં વાંચજો. જેમ જેમ સારી વાર્તાઓ વાંચશો એમ એમ લખનારને પોતાની મર્યાદા વધારે ને વધારે સારી રીતે સમજાતી જાય છે. જ્યાં સુધી ઉત્તમ વાર્તાઓ, ઉત્તમ પરંપરાથી પરિચિત નહીં થાઓ ત્યાં સુધી તમારા ખોબામાંથી બહાર નહીં નીકળી શકો…અદભુત કથાનો દરિયો તમારી પ્રતીક્ષા કરશે. ફરી ફરી વિનંતી કરું છું કે ઉત્તમ કથાઓ વાંચજો તો ઉત્તમ કથાઓ લખી શકશો. આપ સૌને અનંત શુભકામનાઓ. આપનો વાર્તાસહયાત્રી. – રામ મોરી
Reviews
There are no reviews yet.