Description
જ્ઞાનપિપાસુઓ હંમેશા પાંચ પ્રશ્નો પૂછે છે. શું? શા માટે? કોણ? ક્યાં? અને ક્યારે? આ જ પ્રશ્નોના જવાબને આ પુસ્તકમાં આવરી લેવાયા છે. યોગ મુદ્રા વિજ્ઞાન છે; મોટાભાગની મુદ્રાઓનો ઉદ્ભવ ભારતવર્ષમાં જ થયો છે. આ મુદ્રાઓ આપણા શરીર પર કેવી અસર કરે છે તેનો ખ્યાલ આ પુસ્તકમાં અપાયો છે. યોગ મુદ્રા 5000 વર્ષ જૂની છે. હિંદુ સંસ્કૃતિએ તમામ વય જુથ માટે યોગ મુદ્રાનું જ્ઞાન આપ્યુ હતુ. આ જ્ઞાન આરોગ્ય અને આનંદનો સુભગ સમન્વય છે. પુસ્તકમાં યોગ મુદ્રાઓની વિવિધ પ્રકારની કાર્યક્ષમતા, ફાયદા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો આવરી લેવામાં આવી છે. દરેક વ્યક્તિ આ પુસ્તકમાંથી મુદ્રાઓના ઉપયોગ વિશે વિગતવાર અને રસપ્રદ માહિતી મેળવી શકે છે. યોગ મુદ્રા આપને સ્વસ્થ અને સુખમય જીવન અર્પે. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।
Reviews
There are no reviews yet.