Description
પ્રવાસ એટલે અનેક રીતે ઊઘડી શકવાની શક્યતાઓ. બાળકોને સ્કૂલ છોડી ઘરે ભણાવવાનાં નિર્ણયમાં પણ આ પ્રવાસ પ્રેમ કારણભૂત. કોઈપણ અભ્યાસક્રમ કે પરીક્ષાઓ સિવાયનાં અમારાં અનસ્કૂલિંગમાં કુદરત, પુસ્તકો, પ્રવાસો અને સ્પોર્ટ્સ એ બાળકો માટે શીખવાનાં ચાર મુખ્ય માધ્યમો રહ્યાં. પ્રવાસો કરવા અને એ વિશે લખવું એ એક આનંદની વાત હંમેશા બની રહી. મિત્રો તરફથી મળતાં પ્રોત્સાહનો પણ પ્રેરિત કરતાં રહ્યાં. કાકાસાહેબ કહે છે એમ દેશ દર્શન એટલે જ દેવ દર્શન એમ દેશનો દરેક ખૂણો એનાં પોતામાં રસપ્રદ લાગે છે. અને એ વહેંચવાનો પ્રથમ પ્રયાસ એટલે આ પુસ્તક. – સેજલ નિખિલ ચેવલી
Reviews
There are no reviews yet.